Labels

monstica (1)

Search This Blog

Wednesday, February 15, 2012

Aave tari yaad to...

આવે તારી યાદ તો, googleમાં તને શોધ્યા કરું, orkut ને facebook માં ફંફોસ્યા કરું.
છે લાખો profile તારા નામની, હું શું કરું? બધાને હું friend request મોકલ્યા કરું.
છે community ની ભરમાર internet પણ, તારી ગમતી community માં જોડાયા કરું.
નથી બદલતો મારો અવતારને પણ, કદાચ તું પણ શોધતી હોઈશ એમ વિચાર્યા કરું.
મળ્યા તો છે હજારો દોસ્તો તારી શોધમાં, તારી સરખામણીના કોઈ નથી, હું શું કરું?
ક્યાથી હોય net મિત્રોને મારા દર્દનો અહેસાસ, તેમને તો હું રોજ smilly મોકલ્યા કરું.
થાક્યો છું હવે, તને શોધી શોધીને, બનાવે તું પણ હવે તારી profile તેમ ચાહયા કરું.
હે દોસ્ત, હવે તો તું આવ internet પર, ક્યારેક google ને ક્યારેક yahoo માં શોધ્યા કરુ

No comments:

Post a Comment