તમે મને ચાહો છો કેમ ?
નથી ગમતી મારી વાત,
કે નથી ગમતા માર કટાક્ષ તોય,
તમે મને ચાહો છો કેમ ?
નફરતની આગમાં બળીને રાખ થઇ ગયા છો તો પણ,
તમે મને ચાહો છો કેમ ?
પહેલાં તો નહોતો ગમતો અવાજ મારો,
કે નહોતો જોવો ગમતો ચહેરો મારો,
અને આજે ભરી મહેફિલોમાં
સ્વર સાંભળવા મારો,
અને મને જોવા થનગનો છો કેમ ?
મેં તો પાથર્યા છે તમારા માર્ગ પર કંટકો તો પણ,
તમે એજ રસ્તે ફૂલો બિછાવીને ચાલો છો કેમ ?
તમે મને ચાહો છો કેમ ?
કહો છો કે મેં તમારા સ્વપ્નો તોડયાં છે તો પણ,
મારાં સ્વપ્નો સાથે આપનાં સ્વપ્નો જોડો છો કેમ ?
તમે મને ચાહો છો કેમ ?
પહેલાં તો કહેતા હતાં કે તમાર દિલમાં
કોઇ જગ્યા નથી મારાં માટે,
આજે એજ દિલમાં અમને વસાવો છો કેમ ?
તમે મને ચાહો છો કેમ ?
નથી ગમતી મારી વાત,
કે નથી ગમતા માર કટાક્ષ તોય,
તમે મને ચાહો છો કેમ ?
નફરતની આગમાં બળીને રાખ થઇ ગયા છો તો પણ,
તમે મને ચાહો છો કેમ ?
પહેલાં તો નહોતો ગમતો અવાજ મારો,
કે નહોતો જોવો ગમતો ચહેરો મારો,
અને આજે ભરી મહેફિલોમાં
સ્વર સાંભળવા મારો,
અને મને જોવા થનગનો છો કેમ ?
મેં તો પાથર્યા છે તમારા માર્ગ પર કંટકો તો પણ,
તમે એજ રસ્તે ફૂલો બિછાવીને ચાલો છો કેમ ?
તમે મને ચાહો છો કેમ ?
કહો છો કે મેં તમારા સ્વપ્નો તોડયાં છે તો પણ,
મારાં સ્વપ્નો સાથે આપનાં સ્વપ્નો જોડો છો કેમ ?
તમે મને ચાહો છો કેમ ?
પહેલાં તો કહેતા હતાં કે તમાર દિલમાં
કોઇ જગ્યા નથી મારાં માટે,
આજે એજ દિલમાં અમને વસાવો છો કેમ ?
તમે મને ચાહો છો કેમ ?
No comments:
Post a Comment